દલિત અધિકાર મંચ દ્વારા જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવી

વિરમગામ દલિત અધિકાર મંચ દ્વારા મહેસાણાના ભાસરિયા ગામે જન જાગૃતિ સભામાં હાજર રહીને જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય વડગામને કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, સહ સંયોજક કનુભાઈ સુમેસરા, વિરમગામ શહેર પ્રમુખ નરોત્તમ રાઠોડ દ્વારા સાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિરમગામ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારીઓએ પગાર વધારોના મુદ્દે આવેદનપત્ર આપ્યું

વિરમગામ તાલુકા મધ્યાહન ભોજન યોજના સંચાલક રસોયા મદદનીશ પગાર વઘાર મુદ્દે આગેવાનો જેઠાભાઈ પરમાર, અમૃતભાઈ ચાવડા તથા પ્રભુભાઈ કો પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ૧૬૦૦/૧૪૦૦/૫૦૦ રૂપિયા જેવાં નજીવા દરે વેતન આપવામાં આવે છે આટલા ઓછા વેતન માં મોંઘવારી નાં સમયમાં પરીવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે તો બંઘારણની જોગવાઈ મુજબ લઘુત્તમ વેતન મુજબ પગાર આપવા રજૂઆત કરી વિરમગામ સેવાસદન ખાતે મામલતદારશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું

અહેવાલ:-રાકેશ સોલંકી